જુલાઇ 18, 2025 3:22 પી એમ(PM)

printer

રાજ્યમાં જૂન-જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 27 પૂર્ણાંક 61 ટકા રહ્યું

રાજ્યમાં જૂન-જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 27 પૂર્ણાંક 61 ટકા રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ, પરીક્ષા માટે નોંધાયેલા એક લાખ 24 હજાર 58 પરિક્ષાર્થીમાંથી 93 હજાર 904 ઉમેદવારે પરીક્ષા આપી હતી. તે પૈકી 25 હજાર 929 પરિક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનું 31 પૂર્ણાંક 65 ટકા અને વિદ્યાર્થીઓનું 25 પૂર્ણાંક 38 ટકા પરિણામ જાહેર થયું છે.