ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM) | ખેડૂત

printer

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે જાહેર કરાયેલા બે રાહત ભંડોળ અંતર્ગત દોઢ મહિનામાં 7 લાખ 15 હજારથી વધુ ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય રકમ સીધા તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ રીતે ગત પાંચ વર્ષમાં રાજ્યના 38 લાખ 98 હજારથી વધુ ખેડૂતોને 6 હજાર 204 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું.