ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2025 8:31 એ એમ (AM)

printer

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આવતીકાલથી એટલે કે,પહેલી સપ્ટેમ્બરથી હવે કેન્દ્ર સરકારના C.R.S.પોર્ટલ પર કરવાની રહેશે

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આવતીકાલથી એટલે કે, પહેલી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના C.R.S. પોર્ટલ પર કરવાની રહેશે.
રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરાતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત C.R.S. પોર્ટલ પર કરવાની રહેશે. આ પોર્ટલ પહેલી સપ્ટેમ્બરના બપોરના બાર વાગ્યાથી કાર્યરત થશે, તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
C.R.S. પોર્ટલ પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે. જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારઓને રાજ્ય કક્ષાએથી C.R.S. પોર્ટલ અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે.