રાજ્યમાં છ વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું થયું છે. સત્તાવાર યાદી મુજબ, સિંચાઈ માટે પૂરતું પાણી અને ઉપજ ના પોષણક્ષમ ભાવ મળતા રાજ્યના ખેડૂતો કઠોળની ખેતી તરફ વળ્યા છે. તેના કારણે હાલ વાર્ષિક 20 લાખ મૅટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યના કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુનો હિસ્સો ચણાનો છે. જ્યારે તુવેરના ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 3:21 પી એમ(PM)
રાજ્યમાં છ વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું થયું.