રાજ્યમાં છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વરસાદનો વિક્રમ સ્થાપિત થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. જોકે, આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક એ. કે. દાસે જણાવ્યું હતું કે, માછીમારો માટે આગામી પાંચ દિવસ કોઈ ચેતવણી આપવામાં આવી નથી
Site Admin | નવેમ્બર 3, 2025 7:36 પી એમ(PM)
રાજ્યમાં છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો