રાજ્યમાં ગઇકાલે નહિવત વરસાદ વરસ્યો હતો. ગઇકાલના સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો..જેમાં સુરેન્દ્ર નગરના વઢવાણમાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસે તેવી આગાહી કરી છે. આગામી 20 જુલાઈ માટે રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વરસાદની સાથે સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે સંભાવના વ્યક્ત કરી છે.બીજી તરફ, છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસ થી વરસાદ વિરામ લેતા, તડકો નીકળ્યો છે, તેમ છતાં છોટાઉદેપુર જિલ્લામાં વગર વરસાદે ઓરસંગ નદી બે કાંઠે વહેતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.ઓરસંગ નદીનું ઉદ્દગમ સ્થાન મધ્યપ્રદેશમાં હોવાના લઇને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા ઓરસંગ નદીમાં ભારે પૂર આવ્યું હતું, અને સવારે રામપુરા ગામના પુલ પાસે પૂર આવી પહોંચ્યું હતું, ઓરસંગ નદીના રૌદ્ર સ્વરૂપને જોવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યાં હતાં.
Site Admin | જુલાઇ 17, 2025 10:33 એ એમ (AM)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નહીંવત્ વરસાદ, રાજ્યમાં આગામી સાત દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી