રાજ્યભરમાં હજુ પણ કમોસમી રૂપી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના ડિસામાં વરસાદ, ગીરસોમનાથના પાટણ-વેરાવળ, તાલાળા અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 2 ઈંચ જેટલો નોંધાયો છે.બાવળા, સુત્રાપાડા,ધોળકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ આણંદ, ઓલપાડ,મોરબી, બોટાદ, ગઢડા, બરવાળા, સંખેડા સહિતના વિસ્તારોમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે.આ સાથે જ મુખ્યમંત્રીના આદેશ અનુસાર મંત્રીઓએ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાગ મેળવ્યો હતો.અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે સર્જાયેલી સ્થિતિના પગલે રાજ્ય ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે વિવિધ વિભાગો પાસેથી કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો હતો. દિવસ દરમિયાન તેમણે વિવિધ તાલુકાઓમાં સ્થળ પર જઈ નુકસાનીનો તાગ મેળવ્યો હતો. અને મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને થયેલી નુકસાની સામે મદદરૂપ થવા સકારાત્મક નિર્ણય કરશે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:58 એ એમ (AM)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકાઓમાં વરસાદ, રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી