રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જ્યારે છોટાઉદેપુરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, છોટાઉદેપુરના પાવીજેતપુર અને દાહોદના ગરબાડા અને તાપી જિલ્લાના સોનગઢમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી, ગિરા નદીના જળ સ્તરમાં વધારો થયો છે. દરમિયાન પંચમહાલ જિલ્લાના પાનમ બંધના 3 દરવાજા દોઢ મીટર સુધી ખોલી 19 હજાર 402 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 4 હજાર 403 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની 12 ટીમ જ્યારે SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 29, 2025 9:48 એ એમ (AM)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ-આજે પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
