ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 7:32 પી એમ(PM)

printer

છેલ્લા 2 દાયકામાં રાજ્યના ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડ એટલે કે, જમીન આરોગ્ય કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘ સૉઈલ હેલ્થ કાર્ડ યોજના થકી રાજ્યના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતી-લાયક બનાવી છે.’ જમીનની તંદુરસ્તી માટે આ યોજના અમલમાં મુકવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-04માં સૉઈલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મુકી હતી. આ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથક્કકરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. હાલમાં રાજ્યમાં જમીનના પૃથક્કરણ માટે એક સુક્ષ્મ તત્વ અને 21 જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત્ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મળેલી સફળતા બાદ વર્ષ 2015-16માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આ યોજના અમલમાં મુકી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ