ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 8:41 એ એમ (AM)

printer

રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે

રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યમાં વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેવાથી લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરમાં ગરમી એમ બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 12.1, ભુજ 13.4, ડીસા 13.9 અમદાવાદ 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરમ્યાન હવામાન વિભાગે આગામી 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.