ડિસેમ્બર 8, 2025 7:29 પી એમ(PM)

printer

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1700 કરોડ રૂપિયાથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ખાદીનું વેચાણ કરીને આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં વર્ષ 2024-25માં અંદાજે 683 કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ કરાયું છે.
ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન નાગરિકોને ખાદી ઉત્પાદનો મૂળ કિંમત પર 30 ટકાના વળતર ભાવે મળે છે. જેના પરિણામે મોટા પ્રમાણમાં નાગરિકો ખાદી ખરીદવા આકર્ષાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.