ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 7:44 પી એમ(PM)

printer

રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે.. આજે સાંજના છ વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે.. દિવસ દરમિયાન પાટણના સાંતલપુર અને રાધનપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો..
બીજી તરફ, હવામાન વિભાગે આવતા પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા દર્શાવી છે. આવતીકાલે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.. શુક્રવારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મોરબી અને કચ્છમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.