રાજ્યમાં છેલ્લાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ વરસાદની સામે 51 ટકા થાય છે. સૌથી વધુ 58 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. રાજ્યનાં 25 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 57 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા છે. 39 ડેમ હાઇ એલર્ટ પર 25 ડેમ એલર્ટ પર છે. નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધી અશોક પટેલ જણાવે છે કે, વાંસદામાં કેલીયા ડેમ અને ઝૂઝ ડેમ ઓવરફલો થતાં નદીમાં પૂર આવવાની સંભાવનાને પગલે બીલીમોરાના કેટલાંક વિસ્તારમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા નગરપાલિકાએ જાહેરાત કરી હતી. જિલ્લામાં આજે 20 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, પોરબંદર મહાનગરપાલિકા તેમજ રાણાવાવ પંથકના 40થી વધુ ગામોને પાણી પૂરું પાડતા બરડાડુંગરના પેટાળમાં આવેલ ફોદાળા અને ખંભાળા ડેમમાં નવા નીરની આવક થઈ છે.
Site Admin | જુલાઇ 15, 2025 6:20 પી એમ(PM)
રાજ્યમાં છેલ્લાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું