ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 3, 2025 10:22 એ એમ (AM)

printer

રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં, છેલ્લા 24 કલાકમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસું હાલ તેના અંતિમ તબક્કામાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 123 તાલુકામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢનાં વંથલીમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો. જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે રાજ્યના 152 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 13 જળાશય એલર્ટ પર છે રાજયમાં મોસમનો કુલ સરેરાશ 116 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.જોકે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યુ હતું.