રાજ્યમાં ચાર વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલ જાહેર હિતની અરજીની સુનાવણી પ્રક્રિયા દરમ્યાન આજે સરકારે વડી અદાલતમાં જણાવ્યું હતું કે બાળ સંરક્ષણ આયોગના ચેરમેનની નિમણૂક કરી દેવામાં આવી છે. જે ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે, જ્યારે સભ્યોની નિમણૂક હજુ બાકી છે. બાળ સંરક્ષણ આયોગમાં 01 ચેર પર્સન અને 06 સભ્યો હોય છે. બે અઠવાડિયાની અંદર આ સભ્યોની નિમણૂકની કામગીરી પ્રક્રિયાપૂર્ણ કરવામાં આવશે.સરકાર દ્વારા બાળ સંરક્ષણ ધારા અંગે યુનિસેફ પાસેથી સૂચનો મંગાવવામાં આવેલ છે.
Site Admin | નવેમ્બર 29, 2024 7:32 પી એમ(PM)
રાજ્યમાં ચાર વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે.
