રાજ્યમાં ચાર જૂનથી 18 ઑગસ્ટ સુધી “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છ કરોડથી વધુ છોડ રોપવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું, દેશભરમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 62 કરોડથી વધુ છોડ રોપીને નવો વિક્રમ બન્યો છે. ગુજરાત હાલ આ અભિયાનમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે.
આગામી સમયમાં કુલ 10 કરોડથી વધુ છોડ રોપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરાશે. અભિયાન હેઠળ અંદાજે 61 લાખથી વધુ છોડ રોપવામાં સરહદી બનાસકાંઠા જિલ્લો રાજ્યભરમાં અગ્રેસર છે તેમ પણ શ્રી બેરાએ ઉંમેર્યું.
Site Admin | ઓગસ્ટ 19, 2025 3:16 પી એમ(PM)
રાજ્યમાં ચાર જૂનથી 18 ઑગસ્ટ સુધી “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છ કરોડથી વધુ છોડ રોપવામાં આવ્યા