ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM) | aakshvani | Chandipura | Gujarat | India | news

printer

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે.

રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે.

આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ – સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે.

અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિક ધોરણે તમામ કામગીરી પર દેખરેખ રખાઈ રહી છે.

જાહેર જનતામાં ભયનો માહોલ ન થાય તે માટે લોકોને સતત માહીતી માર્ગદર્શન અપાઈ રહ્યું છે.