ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 19, 2024 7:53 પી એમ(PM) | ચણા

printer

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, લીલી ઈયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ પાંચ દિવસે હેક્ટરદીઠ 20 કેરોમેન ટ્રેપ છોડથી એક ફૂટ ઊંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યૂર દર 21 દિવસે બદલવાની સલાહ અપાઈ છે. ઉપરાંત ખેતરમાં વીઘાંદીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક એકથી 2 ટીપાં નાખવા અનુરોધ કરાયો છે.
ખેડૂતોએ વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરી શકે છે.