ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 24, 2025 9:06 એ એમ (AM) | Election News

printer

રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની રવિવારે યોજાયેલી ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું હતું.
જો કે સાબરકાંઠાની ઝીઝવા અને દાહોદની મોટીહાંડી ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતપત્રોમાં ક્ષતિ જણાતા આ બંને બેઠક માટે તથા પાદરા તાલુકાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની એક બેઠક પર મતદાર અનુસરણ પ્રક્રિયામાં ભૂલ હોવાથી આજે ફેર મતદાન યોજાશે.
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.
મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ સીલબંધ મતપેટીઓ સલામત રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં લઈ જવામાં આવી હતી. હવે આવતીકાલે મતગણતરી હાથ ધરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.