ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2025 10:14 એ એમ (AM)

printer

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો લંબાવાયેલા પ્રતિબંધનો આજથી અમલ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો આજથી પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હેઠળ આજથી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકાશે, તેમ ખાદ્ય સુરક્ષા કમિશનરની યાદીમાં જણાવાયું છે.
તેમાં વધુમાં જણાવાયું કે, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.