રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા મોવાસા રોગ જોવા નથી મળ્યો. સત્તાવાર યાદી મુજબ, રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ છ તબક્કામાં રાજ્યના કુલ નવ કરોડ 82 લાખથી વધુ પશુને ખરવા-મોવાસાની રસી વિનામૂલ્યે અપાઈ છે. આગામી 25 ઑક્ટોબર સુધી ચાલનારા રસીકરણના સાતમા તબક્કામાં 16 કરોડ 90 લાખ પશુઓનું રસીકરણ કરાશે. આ તબક્કા માટે ભારત સરકાર તરફથી રાજ્યને પ્રાપ્ત રસીનો જથ્થો તમામ જિલ્લા કક્ષાએ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાયો છે.
અત્યાર સુધી પશુઓમાં થતા ચેપી ગર્ભપાત બ્રુસેલ્લોસીસ રોગના ત્રણ તબક્કાના રસીકરણ અભિયાનમાં રાજ્યના 21 લાખ 86 હજારથી વધુ નાના પશુમાં રસીકરણ કરી તેમણે રક્ષિત કરાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 7:15 પી એમ(PM)
રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા-મોવાસા રોગ જોવા નથી મળ્યો