ડિસેમ્બર 29, 2025 7:33 પી એમ(PM)

printer

રાજ્યમાં ગત 2 દિવસમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના 96 હજારથી વધુ ફૉર્મ મળ્યા.

રાજ્યના તમામ જિલ્લામાં ગત બે દિવસમાં મતદારોની સગવડ માટે વિશેષ શિબિર યોજાઈ. તેમાં બે લાખ 96 હજાર જેટલા નાગરિકોએ બે લાખ 96 હજારથી વધુ ફૉર્મ નંબર છ, છ-એ, સાત અને આઠ ભર્યા છે. તમામ શિબિરમાં અંદાજે 10 લાખ લોકોએ મુલાકાત લઈ નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફૉર્મ અંગેનું માર્ગદર્શન મેળવ્યું.
ચૂંટણી પંચની સૂચના મુજબ રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશની ગણતરીના તબક્કાની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. હવે જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધિત જે કંઈ વાંધા કે દાવા રજૂ કરવા માગતા હોય તેઓ આગામી 18 જાન્યુઆરી 2026 સુધી કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.