આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. જ્યારે બે લાખ 18 હજારથી વધુ બાળકોને હૃદય, કિડની, યકૃત પ્રત્યારોપણ સહિતની અતિવિશિષ્ટ સારવાર વિનામૂલ્યે અપાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા ભાવિ પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ યોજના અમલી બનાવવામાં આવી છે. તેમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના તમામ બાળકો જેવા કે, આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા શાળામાં ન જતા બાળકોની નિયમિત આરોગ્ય તપાસ, ચકાસણી અને જરૂરી સારવાર નિ:શુલ્ક કરાય છે તેમ પણ શ્રી પાનશેરિયાએ ઉંમેર્યું.
Site Admin | નવેમ્બર 10, 2025 3:37 પી એમ(PM)
રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે