રાજ્યમાં ગત 10 વર્ષમાં 16 લાખ 58 હજાર 892 જેટલી મહિલાએ 181 અભયમ્ મહિલા હૅલ્પલાઈનની મદદ મેળવી છે. જ્યારે બે લાખ નવ હજાર જેટલી મહિલાઓની સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરાયું છે.
રાજ્યની દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય આપવાના હેતુથી વર્ષ 2015માં 181 અભયમ્ મહિલા હૅલ્પલાઈનનો પ્રારંભ થયો. રાજ્યમાં હાલ અભયમ્-ની 59 જેટલી બચાવ વૅન કાર્યરત છે. તાકીદની પરીસ્થિતિમાં સલાહકાર સાથે ઘટનાસ્થળે પહોંચતી આ વૅન થકી ત્રણ લાખ 31 હજાર જેટલી મહિલાને મદદ મળી છે. હૅલ્પલાઈન થકી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફૉન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકા ગાળાની સલાહ આપીને તેમની સમસ્યાનો ઉકેલ લવાય છે. દરમિયાન વર્ષ 2018માં શરૂ કરાયેલી અભયમ્ 181 મૉબાઈલ ઍપ્લિકેશન અત્યાર સુધી બે લાખ 73 હજારથી વધુ મહિલાઓએ ડાઉનલૉડ કરી છે.
Site Admin | જુલાઇ 18, 2025 6:25 પી એમ(PM)
રાજ્યમાં ગત 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ 181 અભયમ્ મહિલા હૅલ્પલાઈનની મદદ મેળવી