રાજ્ય સરકાર દ્વારા આ વર્ષને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગત ત્રણ વર્ષમાં રાજ્યમાં અંદાજે 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાતા શહેરીકરણને વેગ મળ્યો છે. બીજી તરફ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ શહેરી વિસ્તારોમાં આઠ લાખ 96 હજાર આવાસનું નિર્માણ કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | મે 23, 2025 7:19 પી એમ(PM)
રાજ્યમાં ગત ત્રણ વર્ષમાં અંદાજે 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાતા શહેરીકરણને વેગ મળ્યો
