રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા. કચ્છ જિલ્લામાં મોડી રાત્રે એક વાગ્યેને 46 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ત્રણ પૂર્ણાંક ત્રણની માપવામાં આવી છે.
ત્યારબાદ રાત્રે બે વાગ્યેને છ મિનિટે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા. તેનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા એક પૂર્ણાંક સાત માપવામાં આવી છે તેમ ગાંધીનગરના ભૂકંપવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 3:20 પી એમ(PM)
રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા.