રાજ્યમાં ગઈકાલે એસ.ટી. નિગમમાં અત્યાર સુધીનું સૌથી વધારે સીટનું બુકિંગ થયું છે. ગઈકાલે એક જ દિવસમાં એક લાખ 41 હજાર 468 સીટનું બુકિંગ થતાં નિગમને ત્રણ કરોડ 15 લાખ 78 હજાર 76 રૂપિયાની આવક થઈ છે એમ ગુજરાત એસ.ટી. નિગમે અખબારી યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન 26થી 30 ઑક્ટોબર દરમિયાન કુલ 8 હજાર 409 વધારાના ફેરા કરવામાં આવ્યા હતા. દરમિયાન 3 લાખ 90 હજાર જેટલા મુસાફરોએ પ્રવાસ કરતાં નિગમને 6 કરોડ 90 લાખ જેટલી આવક થઈ છે.
Site Admin | નવેમ્બર 5, 2024 6:51 પી એમ(PM)
રાજ્યમાં ગઈકાલે એસ.ટી. નિગમમાં અત્યાર સુધીનું સૌથી વધારે એક લાખ 41 હજારથી વધુની સીટનું બૂકિંગ થયું
