ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે છ વાગે પૂરા થતાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં નર્મદાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ, બોડેલીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ-ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 9:27 એ એમ (AM)
રાજ્યમાં ગઇકાલે દિવસ દરમિયાન 104 તાલુકામાં વરસાદ વરસ્યો