ડિસેમ્બર 4, 2024 3:34 પી એમ(PM)

printer

રાજ્યમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા માટે આવતીકાલથી ઓનલાઇન નોંધણી શરૂ થશે

રાજ્યમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા માટે આવતીકાલથી ઓનલાઇન નોંધણી શરૂ થશે. ગ્રામ્ય કક્ષાથી રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આવતીકાલથી 25મી ડિસેમ્બર સુધી નોંધણી કરી શકાશે.
દરમિયાન અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગે આવતીકાલથી શરૂ થતાં ખેલ મહાકુંભની નોંધણી માટેની તૈયારીઓ હાથ ધરી છે.