ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 7:11 પી એમ(PM)

printer

રાજ્યમાં ખેલમહાકુંભ-2025 માટેની નોંધણીનો પ્રારંભ

રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસરે રાજ્યમાં ખેલમહાકુંભ-2025 માટેની નોંધણીનો પ્રારંભ થયો. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નોંધણી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત 22 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે.
ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રેકોર્ડબ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે એક એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલ મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી અને ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મીરાંબાઈ ચાનુ પણ ઉપસ્થિત રહ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.