નવેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

printer

રાજ્યમાં ખેડૂતો માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તેવું આયોજન કરાયું છે. હાલમાં રાજ્યમાં કુલ ૨.૦૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયાનો અને ૪૯ હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે ૧૨ હજાર ૫૦૦ મેટ્રિક ટન યુરીયા ખાતર રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લામાં પહોંચ્યો છે. આગામી અઠવાડિયામાં અંદાજે ૨૨ હજાર મેટ્રિક ટન યુરિયા ખાતર જીલ્લા કેન્દ્રો સુધી પહોંચાડાશે. ખેડૂતોને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.