રાજ્યમાં ખાતરની અછત છે તેવા અહેવાલો સામે ખેતી નિયામક એસ.જે સોલંકીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખાતરની કોઈ ખોટ નથી. તેમણે ખાતરના સંગ્રહખોરોને ચેતવતા કહ્યું હતું કે જો સંગ્રહ ખોરી પકડાશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમણે ખેડૂતોને હૈયા ધારણા આપતાં કહ્યું હતું કે તમામ ખેડૂતોને પુરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યમાં DAPમાં 1 લાખ 75 હજારની સામે 45 હજાર મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે. જ્યારે NPKમાં 1.75 લાખ મેટ્રિક ટન ની આવશ્યકતા સામે 2 લાખ 13 હજાર મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે.
Site Admin | નવેમ્બર 8, 2024 6:40 પી એમ(PM) | ખાતર
રાજ્યમાં ખાતરની અછત છે તેવા અહેવાલો સામે ખેતી નિયામક એસ.જે સોલંકીએ સ્પષ્ટતા કરી
