જુલાઇ 31, 2025 9:25 એ એમ (AM)

printer

રાજ્યમાં ખરીફ પાકમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ વાવેતર.

રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20-20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં એક લાખ હેકટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે 9 લાખ 79 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.