ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા નવીનતમ પગલાંઓના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ એટ્લે કે ટીબી સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે.
વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2023માં રાજ્યમાં નવા ટીબી દર્દીઓના નોંધણી દરમાં 34 ટકા અને ટીબીથી થતા મૃત્યુદરમાં 37 ટકા સુધીનો ઘટાડો થયો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, ટી.બી. સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃત અને સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક ટી.બી. દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે, તે માટે સતત પ્રયત્નો જરૂરી છે, જેથી ગુજરાત ટૂંક સમયમાં ટી.બી. મુક્ત રાજ્ય બનીને દેશ માટે એક પ્રેરક મોડેલ રજૂ કરી શકે.
રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. ગુજરાત સરકારના સતત પ્રયાસો અને સુવ્યવસ્થિત પ્રોટોકોલના કારણે રાજ્યમાં ટીબીના કેસ અને મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
Site Admin | ડિસેમ્બર 27, 2025 3:01 પી એમ(PM)
રાજ્યમાં ક્ષયરોગ એટ્લે કે ટીબી સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો..