જૂન 10, 2025 9:55 એ એમ (AM)

printer

રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 1 હજાર 109 થઈ

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 131 કેસો અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1 હજાર 109 થઈ છે. કુલ કેસોમાં 60 ટકા કેસો એટલે કે 646 કેસો અમદાવાદમાં નોંધાયા છે.1076 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે કોરોનાથી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કુલ 25 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.