રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 93 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટના લોધિકા, ભાવનગરના ઉમરાળા, ભરૂચના જંબુસર અને સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવતા બોટાદ અને બરવાળા તેમજ રાણપુર તાલુકા પંથકમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો.
Site Admin | નવેમ્બર 1, 2025 4:13 પી એમ(PM)
રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો