રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે 69 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. ભાવનગરના મહુવામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સિહોર, પાલિતાણા, તળાજામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણા જિલ્લામાં સવારથી જ હળવા વરસાદી ઝાપટા વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.
તો તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ પંથકમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા થયા છે. છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં અને સુરેન્દ્રનગરમાં સવારે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Site Admin | ઓક્ટોબર 30, 2025 3:53 પી એમ(PM)
રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો