જાન્યુઆરી 15, 2026 7:11 પી એમ(PM)

printer

રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ પક્ષીઓની સારવાર – 108 સેવામાં 3 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા.

રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણે 14 તારીખ સુધીમાં પાંચ હજાર 439 પક્ષીઓની સારવાર કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે જણાવ્યું કે, આ તમામ પક્ષીઓમાંથી ચાર હજાર 937 એટલે કે, 91 ટકા પક્ષીઓને બચાવવામાં આવ્યા છે.
સાબરકાંઠામાં 1962 પશુ હેલ્પલાઇન દ્વારા ગઇકાલ સુધીમાં 141 પશુ- પક્ષીઓને સારવાર અપાઈ છે. તો નવસારીના ચીખલી અને ગણદેવી તાલુકામાં ઇજાગ્રસ્ત 21 પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા હતા.
પોરબંદરમાં પશુ પાલન નિયામક વિભાગ દ્વારા 6 એમ્બ્યુલન્સ મારફતે 58 જેટલા પશુ-પક્ષીઓને બચાવાયા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચાલશે. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે લોકો હૅલ્પલાઈન નંબર 1962 અને પક્ષી સારવાર કેન્દ્રની વિગત વાઈલ્ડ લાઈફ હૅલ્પલાઈન નંબર 83200-02000 પર ફોન કરી મેળવી શકશે.