ડિસેમ્બર 18, 2025 9:34 એ એમ (AM)

printer

રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના 17 લાખ 92 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 5 હજાર 330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 17 લાખ 92 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં પાંચ હજાર 330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. ગઇકાલે મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધન કરતાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં 23 લાખ 18 હજાર ખેડૂતોને સહાય ચૂકવવા કુલ 6 હજાર 890 કરોડ રૂપિયા વધુના ઓનલાઇન બીલો તૈયાર કરાયા છે. રાજ્યના ચાર લાખ 75 હજાર ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 7 હજાર 537 કરોડના મૂલ્યની 10 લાખ 49 હજાર મેટ્રિક ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાઈ છે. દરમિયાન તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21 જાન્યૂઆરી 2026 સુધી ઓનલાઈન નોંધવી કરાવી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.