ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2025 6:52 પી એમ(PM)

printer

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, કુદરતી આપત્તિની આ આફતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિ જાણી છે.
તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સરવેની કામગીરી કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરાઈ છે. આ મામલે તેઓ સતત મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં હોવાનું પણ શ્રી પટેલે ઉંમેર્યું.