ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે મોટા ઉદ્યોગોને અંતિમ પાત્રતા પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઈ, જેમાં એક હજાર 400 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમની અરજીઓ મંજૂર કરવામાં આવી. તેનાથી અંદાજે ચાર હજાર 136 જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
રાજ્યમાં “ઇન્સેન્ટિવ ટૂ ઇન્ડસ્ટ્રીઝ” યોજના હેઠળ અંદાજે એક લાખ 48 હજાર કરોડનું મૂડીરોકાણ સાથે એક લાખ 65 હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થયું હોવાનું ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 13, 2025 8:02 પી એમ(PM)
રાજ્યમાં એક હજાર 400 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમની અરજીઓ મંજૂર થતાં ચાર હજારથી વધુ નવી રોજગારીનું સર્જન