ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 25, 2024 7:36 પી એમ(PM)

printer

રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા

મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે આજે બપોરે સરદાર સરોવર ડેમનાં ૧૫ દરવાજા ૧.૬૫ મીટર પહેલી વાર ખોલવામાં આવ્યા. સરદાર સરોવર બંધમાંથી કુલ 2 લાખ 12 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. સત્તાવાળાઓએ નર્મદાના કાંઠા વિસ્તારના 28 ગામોને એલર્ટ કર્યા છે. દરમિયાન, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી છે.
તો નર્મદામાં આવેલો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે.
ડેડીયાપાડા સાગબારાના ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા કરજણ ડેમના પાંચ દરવાજા ખોલાયા છે. કરજણડેમના હેઠવાસમાં આશરે 54 હજાર 962 ક્યુસેક્સ પાણીની જાવક થઇ છે.. કરજણ ડેમની સપાટી હાલ 110.39 મીટર છે.
તાપીના ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી 1 લાખ 94 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારીની આસપાસના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરાઇ છે.
છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાનો રામી ડેમ 97 ટકા ભરાતા એલર્ટ પર રખાયો છે.
મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં 3 હજાર 56 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની સપાટી 603. 95 ફૂટ પર છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ડોંડી જળાશય સંપૂર્ણ ભરાતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાની દમણ ગંગા નદીની જળસપાટી 76 મીટરે પહોંચી છે અને ડેમના 10 દરવાજા 2 મીટરે ખોલવામાં આવ્યા છે…
વડોદરાના દેવ ડેમની સપાટી વધતાં જળાશયના ત્રણ દરવાજા ખોલી દેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડાતા વાઘોડિયા અને ડભોઈ તાલુકાના ૨૬ ગામોના લોકોને સાવચેત કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.