ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 28, 2024 7:12 પી એમ(PM) | ભારે વરસાદ

printer

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જે અંતર્ગત નર્મદા ડેમ હાલ ૧૩૪.૧૩ મીટર, કરજણ ડેમ ૧૦૮.૬૩ મીટરની આસપાસ છલકાયા છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨ લાખ ૧૦ હજાર ૬૨૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઇ રહેલી 20 હજાર ક્યુસેક પાણીની આવકના પગલે વાસણા બેરેજના 16 દરવાજા ખોલવામાં આવ્યા છે.