એપ્રિલ 19, 2025 9:51 એ એમ (AM)

printer

રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પરનાં આરટીઓ ટેક્સમાં 5% ઘટાડો

રાજ્ય સરકારે ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ઇલેક્ટ્રિક વાહનો પરનાં આરટીઓ ટેક્સમાં પાંચ ટકા ઘટાડો કર્યો છે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનો પરનો ટેક્સ ઘટીને માત્ર એક ટકા થઈ ગયો છે.ગઈ કાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું હતું કે, નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે.ઉલ્લેખનીય છે કે, ઇવીના વેચાણમાં વધારો કરવા અને પ્રદૂષણની માત્રા ઘટે તે માટે સરકારે 31 માર્ચ, 2026 સુધી આ કરમુક્તિ આપવાની જાહેરાત બજેટમાં કરી હતી.