ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 6:38 પી એમ(PM) | ભરતી

printer

રાજ્યમાં આ વર્ષે PHC અને CHC ખાતે વર્ગ બે-ના એક હજાર 921 તબીબની ભરતી કરાશે

રાજ્યભરમાં આ વર્ષે જાહેર આરોગ્ય કેન્દ્ર- P.H.C. અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર- C.H.C. ખાતે વર્ગ- બેના એક હજાર 921 તબીબની ભરતી કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં PHC અને CHCમાં વર્ગ એકથી ચારમાં ભરાયેલી જગ્યાઓ અને ખાલી મહેકમ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્ય આરોગ્ય સેવાઓમાં વર્ગ એકની એક હજાર 146 જગ્યાઓ ભરવા G.P.S.C.માં માંગણાપત્રક મોકલાયા છે. તે પૈકી C.H.C.માં નિમણૂક આપી શકાય તેવા વિવિધ સંવર્ગની 947 જગ્યા છે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગત્રણની પેરા-મેડિકલ સંવર્ગની 865 જગ્યાઓ માટેના માંગણાપત્રક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મોકલાશે. તેમ જ નર્સિંગ વર્ગની એક હજાર 902 જગ્યા માટે G.T.U. દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ