જાન્યુઆરી 1, 2026 4:49 પી એમ(PM)

printer

રાજ્યમાં આ વર્ષે 93 હજાર સહિત ગત ત્રણ વર્ષમાં બે લાખ 58 હજારથી વધુ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળ્યું.

રાજ્યમાં આ વર્ષે 93 હજાર સહિત ગત ત્રણ વર્ષમાં બે લાખ 58 હજારથી વધુ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળ્યું છે. લાભાર્થીને એક લાખ 20 હજારની તબક્કાવાર સહાય અને રૂફ કાસ્ટ તબક્કે વધારા 50 હજાર રૂપિયાની સહાય અપાય છે. જ્યારે પ્લોટવિહોણા અંદાજે ત્રણ હજાર પરિવારને વધારાની એક લાખ રૂપિયાની સહાયની જોગવાઈ પણ આ યોજના હેઠળ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.