રાજ્યમાં પશુ સારવાર સેવાને વધુ સુદ્રઢ બનાવવા આ વર્ષમાં નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી અપાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગઈકાલે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત ત્રણ વર્ષમાં કુલ 255 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે. જ્યારે કચ્છમાં બે વર્ષમાં કુલ 12 નવા સ્થાયી પશુ દવાખાના બનાવાયા છે. ઉપરાંત જિલ્લામાં 373 પશુ આરોગ્ય મેળા થકી બે લાખ 24 હજારથી વધુ પશુને સારવાર અપાઈ છે.
હાલ કચ્છમાં એક પશુચિકિત્સક પૉલિટૅક્નિક, 47 પશુ દવાખાના, 29 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર અને 32 મૉબાઈલ પશુ દવાખાના મળીને કુલ 109 એકમ દ્વારા પશુઓને સારવાર અપાઈ રહી હોવાનું શ્રી પટેલે જણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 8:27 એ એમ (AM)
રાજ્યમાં આ વર્ષે નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી અપાઈ
