ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 27, 2024 7:18 પી એમ(PM) | પરીક્ષા

printer

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા અનુસૂચિત જાતિ- SC અને અનુસૂચિત જનજાતિ- STના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ SC, ST વર્ગના ઉમેદવારોને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવા સુવિધા અપાશે. તેમજ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ વિભાગને સૂચના આપવામાં આવી છે એમ એસ. ટી. નિગમની યાદીમાં જણાવાયું છે.