ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 15, 2025 7:19 પી એમ(PM)

printer

રાજ્યમાં આ બુધવારથી બીજી ઑક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે

રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. આગામી બીજી ઑક્ટોબર સુધી યોજાનારા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી થશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતાં કહ્યું, અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે કુલ એક લાખ 41 હજારથી વધુ આરોગ્ય શિબિર યોજાશે. તેમાં દસ હજાર 849 વિશેષ શિબિર અને એક લાખ 30 હજારથી વધુ તપાસ શિબિર દ્વારા લોકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાનો લાભ અપાશે.
17 સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત 600 સ્થળે મહા રક્તદાન શિબિરનું આયોજન.