મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલની પરિસ્થિતિમાં, નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે મજબૂત વ્યવસ્થા કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.દરેક જિલ્લા કલેક્ટરને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અમારા પંચમહાલના પ્રતિનીધી વિપુલ પુરોહિત જણાવે છે કે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગઈકાલે પેટ્રોલપંપના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પેટ્રોલીય પેદાશોનો પુરતો જથ્થો જળવાઈ રહે તથા તેની સુરક્ષાને અનુલક્ષીને સરકારની સૂચનાઓનું પાલન કરવાની સુચના અપાઈ હતી.રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી દ્વારા દરરોજ 38 આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી ન થાય તે માટે નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરાઈ છે.
Site Admin | મે 10, 2025 9:04 એ એમ (AM)
રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રીની તંત્રને સૂચના
